સોમવાર, 2 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 249

ગણિતના એક પ્રોફેસરનો રામો કપડાં ધોતાં ધોકા પાડીને વખતોવખત તેમનાં કપડાંમાં બાકોરાં પાડતો. આખરે ખીજાઈને પ્રોફેસરે રામાને કહ્યું : 'જો રામા, હવેથી તું મારાં કપડાંને જેટલાં બાકોરાં પાડીશ તેટલા રૂપિયા તારો દંડ કરીશ.'
રામાએ ધોયેલા ધોતિયામાં ચાર બાકોરાં પાડેલાં પ્રોફેસરે જોયાં. તેમણે કહ્યું : 'આજે તેં મારા ધોતિયામાં ચાર બાકોરાં પાડ્યા છે, તેથી તારોક ચાર રૂપિયા દંડ કરું છું.'
રામો ચૂપચાપ ધોતિયું લઈ ગયો. ચારે બાકોરાંને વધુ ફાડી તેણે એક જ બાકોરું પાડી બતાવ્યું અને કહ્યું : 'સાહેબ, આ ધોતિયાને એક જ બાકોરું પડ્યું છે, જુઓ.'
પ્રોફેસરે એક બાકોરું જોયું અને કહ્યું : 'બરાબર, એક જ બાકોરું છે. જો તારો એક રૂપિયો દંડ કરું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પપ્પા - રાજુ તુ વ્યવસ્થિત જમ્યા કર, નહી તો તારી હેલ્થ ડાઉન થઈ જશે.
રાજુ - શુ પપ્પા, હુ તમને બેટરીનો સેલ દેખાવુ છુ, કે મારી સેહત ડાઉન થઈ જાય.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (બહેનપણીને)આજકાલ મારા પતિ રોજ મોડા ઘરે આવે છે.
બહેનપણી - તો તુ તેને ધમકાવીને રાખ, એટલે તે સીધા થઈ જશે.
પત્ની - પણ ક્યારે ધમકાવુ ? જ્યારે હું ઘરે પહોંચુ છુ ત્યારે તે સુતા હોય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો