ગુરુવાર, 12 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 254

એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું 'અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?'
ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્રકાર : પહેલાં તમે વીરરસના કવિ હતા, પરંતુ આજકાલ ગુલામી ઉપર કવિતા લખી રહ્યા છો, એનું શું કારણ છે ?
કવિ : 'મેં લગ્ન કર્યા પછી જાણ્યું કે વીરતા દેખાડવી એ એટલું સહેલું કામ નથી. હું જે કરી રહ્યો છું એ જ લખી રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચોરીના આરોપમાં બંતાને છ મહિનાની સજા કરવામાં આવી.
બંતાએ જજને કહ્યુ - નામદાર, આ સજા તો મારા વકીલને મળવી જોઈએ
જજ - કેમ ?
બંતા - કારણકે મેં જેટલા રૂપિયા ચોર્યા હતા તે બધા મહેનતાણાના રૂપે આ વકીલ સાહેબ હડપ કરી ગયા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી: