શનિવાર, 5 એપ્રિલ, 2014

Gujarati Joke Part - 423

નેતાએ ગામડામાં જઈને કહ્યું : 'હું જો ચૂંટાઈશ તો દરેક ઘરે એક-એક સાઈકલ અપાવીશ.'
'સાહેબ, સાઈકલની વાત પછી…..' એક ગ્રામજને કહ્યું, 'પહેલાં સાઈકલ ચલાવાય એવા રસ્તાનું કંઈક કરો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.
છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું.
પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ !
છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ- અરે, ડૉક્ટરે તો કહ્યું કે તને કોઈ રોગ નથી. પછી કેમ આટલી ઉદાસ થઈ ગઈ?
પત્ની- હું એ જતો વિચારું છું કે ફી ના 150 રૂપિયા નકામા જ જતા રહ્યાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો