મંગળવાર, 27 માર્ચ, 2018

Gujarati Jokes Part - 428

ભક્ત :- સ્વામી જી, મારી પત્નિ ને રાત્રે ચાદર ઓઢી ને સૂવા ની ટેવ છે. કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે મારી પત્નિ ના મોઢા ના ભાગે એક *દિવ્ય પ્રકાશ*  રેલાઇ રહયો હતો.
તો શું મારી પત્નિ માં કોઇ *દિવ્ય શક્તિ* હશે ?

સ્વામી જી :- નહી વત્સ, આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ તારી પત્નિ *તારો મોબાઇલ ચેક કરે છે.* તો હે વત્સ,
વેલી તકે વોટ્સપ માંથી *જોખમી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખો* નહીતર તમારી કુંડલી માં હાથ- પગ ભાંગવા નો યોગ રચાતાં વાર નહી લાગે...

😂😁😆😝😜
-------------------------------

*પતિ - પત્ની બરાબરના લડેલાં...*
*લડાઈ બસ હજી પતી જ હતી,*
*ને છોકરાએ ભેંકડો તાણ્યો.*
*પત્ની ગુસ્સે તો હતી જ.       બરાડો પાડીને કહે*
*હું તે કામ કરું કે આને છાનો રાખું ?*
*હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.*
*જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ......*

*પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.*
*એણે ત્રાડીને કહ્યું*
*ભલે રો’તો, રોવા દે ... હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો....*
*રોવા દે તું તારે.....*

*બોલો પેલો જાતેજ છાનો રહી ગયો*

😂😂🤫🤫🤣🤣🤣
-------------------------------

પત્ની પતિને
એય.... આજે એક્ટિવા લઈને જાઓને
રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો ??
જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.

( પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહે છે અને નાહીને આવ્યા પછી ચૂપચાપ તૈયાર થાય છે )

( પત્ની ફરી એકદમ પ્રેમથી )

એય.. જાઓને આજે લઈ જાઓ ઓફીસે એક્ટિવા
કંઈક અલગ લઈ જાઓ
રોજ શું એકનું એક બાઈક.

( છેવટે નીકળતી વેળાએ કંટાળીને પતિ બોલ્યો )

" કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે ?? "

😝😝😂😂
-------------------------------

ભુરાએ એર હોસ્ટેસ  ને કીધું..
*તમારો ચહેરો અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે..!!*☺😌

એરહોસ્ટેસ ખીજાણી.. અને બોલી😡
*મુંગો રહેજે.. અને સખણી નો બેસ..*

ભુરો બબડ્યો..😕😟
*તારી ભલી થાય.. આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ...*

😛😝😜🤪😂🤓

1 ટિપ્પણી: