શુક્રવાર, 16 જુલાઈ, 2010

Gujarati Joke Part - 55

શિક્ષક : નટખટ, તને દશ દાખલા ગણવા આપેલા ને તું એક જ દાખલો ગણીને લાવ્યો છે ?
નટખટ : પણ સાહેબ, તમે જ તો કહેતા હતા કે આપણે થોડામાં સંતોષ માનવો જોઈએ !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોહન - પિતાજી, ગુરૂજનોની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએને ?
પિતા - જરૂર બેટા.
મોહન - તો પછી મારા ગુરૂજી કહે છે કે હું ફરી છઠ્ઠા ધોરણમાં બેસી જઉ. માની લઉ પિતાજી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (બંતાને) - દોસ્ત જો હું પાંચ કિલો ખાંડ ખાઈ જવું તો તુ મને શુ આપે ?
બંતા - હોસ્પિટલ જવાનું ભાડુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4 ટિપ્પણીઓ: