મંગળવાર, 13 જુલાઈ, 2010

Gujarati Joke Part - 54

મહિલા(બહેનપણીને) - તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો ?
બહેનપણી - કારણકે જ્યારે હું વાત કરું તો માથું ઉચકીને કરું અને એ વાત કરે તો માથુ નમાવીને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઑફિસર : 'તારા હાથમાં આ શેનો કાગળ છે ?'
પટાવાળો : 'સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.'
ઑફિસર : 'પણ તું ટૂર પર તો ગયો નથી.'
પટાવાળો : 'આપે તો, સાહેબ ! ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને શોધવા મને જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સરદાર ને રસ્તા પર સાઇકલ નુ પેન્ડલ મળ્યું તેને ઉપાડી ને તે પોતાના ઘરે લઇ આવ્યા અને પત્ની ને કહ્યું આને સંભાળી ને રાખો આમાં સાઇકલ નંખાવી દેશું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો