શનિવાર, 10 જુલાઈ, 2010

Gujarati Joke Part - 53

કવિરાજ નિરાશવદને બેઠેલા. ત્યાં એક મિત્રે આવીને પૂછયું: 'શું થયું?'
'શું થયું શું? હમણાં જ લખેલી મારી કવિતાઓની નવી ડાયરી મારા બે વરસના બાબાએ સગડીમાં નાખી દીધી.'
મિત્રે કહ્યું: 'અભિનંદન, તું ઘણો જ નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ તારા બાબાને વાંચતા આવડી ગયું છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ - શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી - યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ - આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ - જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિએ પત્નીને કહ્યુ કે - પ્રિયે, જુઓ આ વખતે આપણે જન્મદિવસ પર સામાન ઓછો મંગાવીશુ. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેથી આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.
પત્ની બોલી - તમે તો મારા મોઢાની વાત કહી દીધી. હું પણ વિચારી રહ્યો છુ કે આ વખતે જન્મદિવસ પર મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો