શનિવાર, 3 જુલાઈ, 2010

Gujarati Joke Part - 52

સંતા અને બંતા ઘણા રંગીન મૂડમાં વાતો કરતા કરતા હોટલથી બહાર નીકળ્યા. અચાનક સામે બે સ્ત્રીઓને આવતી જોઈ તેઓ થંભી ગયા.
સંતાએ સંતાવાની કોશિશ કરીને ગભરાતાં-ગભરાતાં કહ્યુ - હે ભગવાન મારી પત્ની અને પ્રેમિકા એક સાથે આવી રહી છે.
બંતા બોલ્યો - મજાક ન કર, એ તો મારી પત્ની અને મારી પ્રેમિકા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની સાથે ઝઘડો થતા પતિએ પત્નીને ગુસ્સામાં કહી દીધું કે 'બસ હવે તો હું 10મા માળેથી આપઘાત કરવા જાઉં છું.'
બિચારી પત્ની તો અવાક્ જ થઈ ગઈ. પછી તેને યાદ આવ્યું કે તેમનું મકાન તો ફક્ત બે માળનું જ હતું. તો પતિએ રોફભેર કહ્યું, 'તો શું છે ? હું પાંચ વાર ઠેકડો મારીશ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે તારા માટે ચાંદ લઈ આવું, તારા તોડી લાવું !'
પતિ : 'એ તો હું હજી કહું છું !'
પત્ની : 'તો, આજે જરા શાક લઈ આવો ને ?'
પતિ : 'એવું મેં ક્યાં કહ્યું હતું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી:

  1. ઘણા સારા જોક્સ આપ મુકવાની કોશિશ કરો છો, હાસ્યરસ જીવનમાં અતિ જરૂરી છે.

    આપને અમારાં બ્લોગપર મુલાકાત લેવા આમંત્રણ આ સાથે આપીએ છીએ., અને સાથે સાથે આપને યોગ્ય લાગેતો અમારાં બ્લોગ પર હાસ્યરસની કોઈ પોસ્ટ પણ આપ આપણા નામે મૂકી શકો છો., જે માટે આપને ખાસ નિમંત્રણ ....
    das.desais.net ('દાદીમાની પોટલી')

    અશોકકુમાર દેશાઈ

    જવાબ આપોકાઢી નાખો