શનિવાર, 31 માર્ચ, 2012

Gujarati Joke Part - 248

પત્ની : 'તમારી સાથે લગ્ન કર્યા ત્યારે હું મૂરખ હતી.'
પતિ : 'હું પણ ત્યારે પ્રેમમાં હતો એટલે મને ખ્યાલ ન આવ્યો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વજન ઓછું કરવા ડૉકટરે સો ગોળીઓ આપી એટલે દર્દીએ પૂછ્યું : 'આટલી બધી ગોળીઓ ? ક્યારે ક્યારે લેવાની ?'
ડૉકટરે કહ્યું : 'ગભરાઓ નહીં. ગળવાની નથી. પરંતુ રોજ સવારે, બપોરે, સાંજે શીશી ઊંધી કરી ગોળીઓને રૂમમાં ગબડાવી દેવાની. પછી એક એક કરી સોએ સો શીશીમાં ભરી દેવાની. આ ત્રણ મહિના સુધી ચાલુ રાખવાનું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (બંતા અને તેની પત્નીને)- તમે બંને પાછલી બે મિનિટથી મૌન, ગરદન નીચે કરીને કેમ ઉભા છો? શું આજે કંઈક ખાસ છે?
બંતા- હા અમે અમારી લગ્નની વર્ષગાઠ ઉજવી રહ્યાં છીએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો