બુધવાર, 2 મે, 2012

Gujarati Joke Part - 255

પતિ-પત્ની ઝઘડી પડ્યા. પત્ની બોલી, 'મારી માતાએ તો મને પહેલેથી જ કહ્યું હતું કે, હું તમારી સાથે ના પરણું….'
'ખરેખર… તારી માતાએ એવું કહેલું….?'
'હા….'
'તો અત્યાર સુધી હું તો તારી માતાને મારી દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યો હતો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પત્નીને તેના પતિને યાદ અપાવ્યું - સાંભળો છો, શુ તમે આપણા મહેમાનોને કંઈક તાજુ નહી ખવડાવો ?
પતિ બોલ્યો - જરૂર.
એમ કહી તેણે તરત જ બારી ખોલી નાખી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અકસ્માતના એક સ્થળે જખમી થયેલો માણસ એક પાદરીને જોઈને બૂમ પાડે છે, 'ઓહ ગોડ, મારો હાથ કપાઈ ગયો !'
સામે પાદરી જવાબ આપે છે : 'બૂમો ના પાડીશ, પેલો માણસ માથું કપાઈ ગયું છે તોય કંઈ બોલે છે ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો