બુધવાર, 29 મે, 2013

Gujarati Joke Part - 371

એક દરવાજા ઉપર લખ્યું હતું કે BEWARE OF PARROT. તેના એક મીત્રને આ વાક્ય સમજાયું નહી તેથી તેણે પુછ્યુ કે BEWARE OF DOG હોય તો બરોબર છે પણ આ BEWARE OF PARROT વળી શું? પોપટથી વળી શું બીવાનું? તેના મીત્રએ ફોડ પાડતા કહ્યું કે કોઈ અજાણ્યો આવે એટલે પોપટ સીટી વગાડે અને તે સીટીનો અવાજ સાંભળીને ઘરમાંથી કુતરો બહાર આવે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?
બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન શેઠ -છગન, તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે?
છગન - શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.
મગન શેઠ - તો તું લગ્ન કેમ નથી કરી લેતો?
છગન - સર, હું પરણેલો જ છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો