મંગળવાર, 21 મે, 2013

Gujarati Joke Part - 367

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : 'આ કયું પક્ષી છે ?'
મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો. શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : 'તારું નામ ?'
મગને પગ ઊંચો કર્યો : 'તમને આવડે તો લખી લો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?'
મગન : સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંસને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક હૉટલમાં મૂકાયેલું બોર્ડ :
ઈશ્વર નિરાકાર છે, પૂરી ગરમાગરમ છે.
ઈશ્વરને બધા સરખા છે, ભજિયાં ઘણી જાતનાં છે.
સંતોષી નર સદા સુખી, સાથે શીખંડ પૂરી ઠીક પડશે.
વિદ્યા એ ખરું ધન છે, ખમણ ખાવા જેવું છે,
મહાત્માઓનાં વૃત્તાંત વાંચજો, ચા સ્પેશ્યલ જ મંગાવજો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો