મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

Gujarati Joke Part - 383

એક વખત એક ભાઇએ એક બંગલાનો બેલ વગાડયો એટલે નોકરે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોનું કામ છે?
પેલો કહે: તમારા માલિકનું કામ છે કયાં છે ?
નોકર : શું કામ હતું ?
પેલો કહે : મારી પાસે તેમનું બિલ હતું...
નોકર : પણ સાહેબ તો બહાર ગામ ગયેલા છે.
પેલો કહે : અરે મારે તો તેમનું બિલ ચૂકવવાનું તું...
નોકર : અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે....!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રામપ્રસાદ : 'વિજય તું તો લગ્ન ના કરવાની કસમ લઇને બેઠો હતો. લગ્નના વિરોધની જ વાતો કરતો હતો, તો પછી અચાનક આટલી ઝડપથી લગ્ન કેવી રીતે કરી લીધા?
વિજય : 'દોસ્ત, તને શું કહું મને એકદમ મારા વિચારો જેવી જ છોકરી મળી ગઇ. એ પણ લગ્નની વિરોધી જ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોતાની બિલ્ડીંગની લિફ્ટ ખરાબ થતાં સંતાએ બંતાને જમવા પોતાન ઘેર બોલાવ્યો, અને 10માં માળના પોતાના ફ્લેટ પર તાળું મારીને દરવાજા પર લખ્યું કે ' મૂર્ખ બનાવ્યો'.
બંતાએ ઉપર ચઢીને વાંચ્યું અને તેની નીચે લખી દીધું કે 'હું તો અહીં આવ્યો જ નહોતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો