સોમવાર, 12 ઑગસ્ટ, 2013

Gujarati Joke Part - 379

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન જમવા બેઠા હતા. નીતાએ મીઠાઈ બનાવી હતી. એણે મહેમાનને પૂછ્યું : 'મીઠાઈ તમને કેવી લાગી ?'
'જાનવરો ખાય એવી….'
'તો પછી થોડી વધારે લ્યો ને….!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કવિતા : ડેડી, આપણે કાલે માલામાલ થઈ જઈશું.
ડેડી : શુ તે કોઈ લોટરી ખરીદી છે ?
કવિતા : અરે નહી ડેડી, આવતીકાલે શાળામાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સન્ની - મમ્મી, મને 500 રૂપિયા આપો.
મમ્મી-ગઈકાલે તો આપ્યા હતા, આજે તને 1 રૂપિયો નહી મળે.
સની - જો તુ મને 500 રૂપિયા આપીશ તો તને હું બતાવીશ કે પપ્પા ગઈકાલે એકલા હતા ત્યારે આપણી નોકરાણીને શુ કહી રહ્યા હતા.
મમ્મી - આ લે પૈસા, હવે બતાવ.
સન્ની - પપ્પા તેને કહી રહ્યા હતા કે તુ આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો