બુધવાર, 30 જૂન, 2010

Gujarati Joke Part - 51

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ? 'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?'
છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
'કાં, કેમ છે ધંધાપાણી ?'
'ઠીકઠીક છે, ભલા.'
'તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?'
'હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !'
'ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લાલી : પપ્પા-, મારુ હોમવર્ક કરી આપો.
પપ્પા- : ના, અત્યાહરે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી.
લાલી : લાવો, હું તમારું માથુ ખંજવાળું તમે મારું હોમવર્ક કરી આપો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4 ટિપ્પણીઓ: