મંગળવાર, 28 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 79

સંતા - તમારી છત્રીમાં તો કાણું છે.
બંતા - ખબર છે, મેં જ કર્યુ છે.
સંતા- પણ કેમ?
બંતા - અરે યાર, જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે મને ખબર પડી જાયને એટલા માટે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - ગાંધીજીની સત્ય અને અહિંસાની લડત રંગ લાવી અને પરિણામ સ્વરૂપ આપણે 15 ઓગસ્ટે શુ મેળવ્યુ બતાવો બાળકો ?
એક બાળક - એક રજા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડેટિંગ પર ગયેલ એક પ્રેમીએ પ્રેમિકાને પોતાનો પગાર બતાવતા પૂછ્યુ - શુ તુ આટલા ઓછા પગારમાં તુ ઘરખર્ચ ચલાવી શકીશ.
પ્રેમિકા - મારો ખર્ચ નીકળી જશે, તુ તારુ જોઈ લેજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 25 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 78

મોહન, મગન અને ગટ્ટુનુ જહાજ તોફાનમાં અટવાતા એક ટાપુ પર પહોંચી ગયુ. બે દિવસ પછી તેમને રેતીમાંથી ચિરાગ મળ્યો. ચિરાગ ઉપરની રેતી ખંખેરતાં જ એક જીન હાજર થઈ ગયો અને બોલ્યો, 'હું ત્રણેયની એક-એક ઇચ્છા પૂરી કરીશ, જલ્દી બોલો'

મોહન બોલ્યો, 'હું ઘરે પહોંચી જાઉં.' ધુમાડો થયો અને મોહન ગાયબ. મગન બોલ્યો, 'મારી પણ ઈચ્છા છે કે હુ ઘરે જાઉં.' ધુમાડો થયો અને એ પણ જતો રહ્યો. છેલ્લે ગટ્ટુનો વારો આવ્યો. તે બોલ્યો - અરે હું એકલો બોર થઈ ગયો છુ, તમે એ બેઉંને પાછા તેડાવો. ધુમાડો થયો અને બંને પાછા આવી ગયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ફોટો ગ્રાફર એક દાદાજીની 98મી વર્ષગાંઠ નિમિત્તેના ફોટા પાડી રહ્યો હતો, ફોટા પાડી લીધા પછી જતા જતા તેણે કહ્યુ - દાદાજી હું આશા કરુ છુ કે હુ તમારા 100મી વર્ષગાંઠ સુધીના ફોટા પાડતો રહુ.

દાદાજી - હા હા જરૂર પાડીશ, તુ તો બિલકુલ સ્વસ્થ જ લાગી રહ્યો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિંટૂ - આ ગાય ગળામાં ઘંટડી શા માટે બાંધે છે ?
પિંટૂ - તેમના હોર્ન કામ નથી કરતાં એટલે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 22 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 77

પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોય તો હું મરી જાઉં.
પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોય, તો હું વિધવા થઈ જાઉં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો?
રાજુ : સર, મમ્મી-પપ્પા ઝઘડી પડ્યા એટલે મોડું થઈ ગયું.
ટીચર : પણ એમાં તારું શું કામ?
રાજુ : હું વારાફરતી બંનેને ચંપલ આપતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.'
ગટુ : 'એવું કેમ ?'
નટુ : 'અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 19 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 76

સંતા : યાર, પાણી માટે આજે આટલી ખેંચાતાણી થઈ રહી છે, તો ખબર નહિ દસ વર્ષ પછી શું થશે.
બંતા : અરે મિત્ર તારે ચિંતા કરવાની શું જરૂર છે, તારા તો ચાર-ચાર દિકરા છે, દહેજમાં એક ટેંકર જ માંગી લે જે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ ઈન્દ્રપાલ પણ વિચિત્ર માણસ છે જ્યારે જુઓ ત્યારે નાણાંભીડમાં જ હોય. પૈસા તેની પાસે હોતા જ નથી.
સમજમાં નથી આવતું કે પૈસા વગર તેનું કામ કેવી રીતે ચાલે છે ?
'કેમ ? શું તે તારી પાસે પૈસા માગવા આવ્યો હતો કે શું ?'
'ના, પણ હું જ્યારે પણ એની પાસે પૈસા માગવા જઉં છું ત્યારે તે જવાબ આપે છે કે મારી પાસે પૈસા નથી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"આ કોફી ખાસ દાર્જિલિન્ગ થી આવી છે."
"એમ? તો ય હજી ગરમ છે."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 75

સંતા- જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
બંતા- હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા - અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?
સંતા - બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સાર્જન્ટ : 'તો તમે છાપાના તંત્રી છો, ખરું ?'
કેદી : 'હા, સાહેબ.'
સાર્જન્ટ : 'તું જૂઠું બોલે છે. મેં તારા ખિસ્સાં તપાસ્યાં. તેમાં પૈસા હતા.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 13 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 74

એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ : 'યાર, તું તારી કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે. તારી સફળતાનો રાઝ શું છે દોસ્ત ?'
નિલેશ : 'સાવ સિમ્પલ છે. હું જે ઘરનો દરવાજો ખખડાવું અને સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય એટલે હું એને પૂછું : 'મિસ, તમારાં મમ્મી ઘરમાં છે ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - ચાલો તમારી બેગ પેક કરો, મેં 10 લાખની લોટરી જીતી છે.
પતિ - શુ શું પેક કરું ? આપણે ક્યાંક ફરવા જવાનું છે ?
પત્ની - ફક્ત પોતાનો સામાન પેક કરો અને ઝડપથી આ ઘરમાંથી નીકળો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 73

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો. તેમાં લખ્યું હતુ - પ્રિયે, તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં હું અડધી રહી ગઈ છું. તમે ક્યારે આવી રહ્યા છો ?
પતિએ જવાબમાં લખ્યું - હવે તો હું એક મહિના પછી જ આવીશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો
પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ - ના, આજે નથી પીધી.
પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?
બંતા - ભારતની જનસંખ્યા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 7 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 72

એક રિપોર્ટર નિશાનેબાજ નંદુનો ઇન્ટરવ્યું કરવા ગયા. ઘરમાં જતાંની સાથે જ તે અચંબામાં પડી ગયા. દીવાલો પર પેન્સીલના નાના-નાના નિશાન હતા અને તેની વચ્ચે ગોળીઓથી નિશાન કરેલા હતા, આ જોઇને રિપોર્ટર કહેવા લાગ્યો: તમે મહાન છો. તમારુ નિશાન અચૂક છે. મને કહો આ બધું કઇ રીતે શકય બન્યું? નંદુએ કહ્યું: ખૂબજ સરળતાથી બન્યુ, સાહેબ પહેલા હું દીવાલ ઉપર ગોળી ચલાઉ છું. એના પછી નિશાનની આજુ બાજુ પેન્સિલથી આકાર કરી દઉ છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક (વિદ્યાર્થીને) : 'શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?'
વિદ્યાર્થી : 'સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.'
શિક્ષક : 'કઈ રીતે ?'વિદ્યાર્થી : 'સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?'
'ઘણું જાણું છું.'
'કઈ રીતે ?'
'એકની સાથે હું પરણ્યો છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 4 સપ્ટેમ્બર, 2010

Gujarati Joke Part - 71

એક દુકાનદારને પૂછવામાં આવ્યુ - તમે નસીબ પર વિશ્વાસ કરો છો ?
દુકાનદાર - હા, મારા દુશ્મનોની દુકાનમાં વધુ ગ્રાહકોને હું બીજા કયા શબ્દોમાં વર્ણવી શકુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યુ કે - દાદાજી, પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે ઇશારાથી વાત કેમ કરે છે?
દાદા: ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જેલર - અલ્યા સંતા, કાલે સવારે તને 5 વાગ્યે ફાંસી આપવામાં આવશે.
સંતા હસવા લાગ્યો, ત્યારે જેલરે પૂછ્યુ - કેમ તને ફાંસીની બીક નથી લાગતી ?
સંતા-સાહેબ, પણ હું તો સવારે આઠ વાગ્યે ઉઠુ છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~