શુક્રવાર, 8 જૂન, 2012

Gujarati Joke Part - 272

પતિએ પોતાના મિત્રને કહ્યુ - મારી પત્નીને મારી કેટલી ચિંતા છે. રાતે હું તેને કહ્યુ કે મને ગરમ પાણી કરી આપ, તો તેણે તરત જ કરી આપ્યુ.
મિત્રએ કહ્યુ - તો શુ થઈ ગયુ. પણ તે એણે રાતે ગરમ પાણી કરવાનુ કેમ કહ્યુ ?
કારણકે હું ઠંડા પાણીથી વાસણો નથી ધોઈ શકતો - પતિ બોલ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (પત્નીને) : જ્યારે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમતા હતા તો પછી તું શા માટે મને રોકી રહી છે.
પત્ની : ઓ.કે. હવે તમને હું રોકીશ નહીં, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો.
પતિ : કઈ વાત ?
પત્ની : કે દ્રોપદીને પાંચ પતિ હતા…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભિખારી : બેન, ખાવાનું આલો !
મણિબેન : આ બાજુવાળા બેને તો કંઈ આપ્યુંને ?
ભિખારી : હા, બુન
મણિબેન : તો લે આ દવા. એમની રસોઈ ખાઈને લઈ જજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો