મંગળવાર, 12 જૂન, 2012

Gujarati Joke Part - 274

એક સ્ત્રી ઉતાવળમાં પોતાના પતિ સાથે દાંતના દવાખાને પહોંચી, અને બોલી - ડોક્ટર સાહેબ હુ ખૂબ ઉતાવળમાં છુ. મને એક જરૂરી મીટિંગમાં જવાનુ છે તેથી જલ્દી દાંત કાઢી નાખો.
ડોક્ટરે કહ્યુ - ખૂબ જ બહાદુર છો તમે, જેવી તમારી મરજી. આ ખુરશી પર બેસી જાવ.
પત્નીએ બહાર ઉભા રહેલા પતિને બૂમ પાડી - ચાલો, હવે ડોક્ટર સાહેબને દાંત બતાવી દો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઝિબ્રા ક્રોસિંગ પર આમથી તેમ ચાલી રહેલા સંતાસિંહને જોઈને બંતાસિંહે પૂછ્યું :
'તું આમ થી તેમ ચાલી રહીને અહીં ઝિબ્રા ક્રોસિંગ પર શું કરી રહ્યો છે ?'
'યાર, હું એ વિચારું છું કે, આ આવડો મોટો પિયાનો છે તો વાગતો કેમ નથી ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*
સંતાસિંહ લગ્નના પહેલા જ દિવસે પત્નીને પ્રભાવિત કરવા માટે અંગ્રેજી પેપર દેખાડતાં : 'જો તો ખરી કાર કેવી ઊંઘી વળી ગઈ છે.'
પત્ની : 'કાર ઊંધી નથી વળી, તમે પેપર ઊંધું પકડ્યું છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો