શુક્રવાર, 29 જૂન, 2012

Gujarati Joke Part - 275

કનુ : બોલ મનુ, કરોડપતિ માણસ પાસે નહિ હોય એવી વસ્તુ મારી પાસે છે.
મનુ : એવી તે કઈ વસ્તુ ?
કનુ : ખબર છે તને ?
મનુ : ના. કહે તો જરા.
કનુ : ગરીબાઈ અને તંગી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાની પ્રેમિકાએ સંતાને પૂછ્યુ - ડાર્લિંગ આપણી સગાઈ થશે ત્યારે તમે મને રીંગ આપશોને ?
સંતા બોલ્યા - હા, હા જરુર તારો ફોન નંબર તો બોલ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાજુ રોજ સ્કૂલ જતો હતો. એક દિવસ તે સ્કૂલની લાઈબ્રેરીથી એક પુસ્તક લાવ્યો, જેનું નામ હતું "બાળકોની સાર-સંભાળ". પુસ્તક જોઈને રાજુની મમ્મીએ તેને પૂછ્યું - 'આ પુસ્તકનું તુ શુ કરીશ ? હજુ તો તું ખૂબ નાનો છે.
રાજુ - આ પુસ્તક વાંચીને હું જાણવા માંગુ છુ કે મારી સાર-સંભાળ યોગ્ય રીતે થઈ રહી છે કે નહી ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4 ટિપ્પણીઓ: