શનિવાર, 2 જૂન, 2012

Gujarati Joke Part - 269

નિર્દેશક ઉંઘમાં બબડી રહ્યો હતો - હું તને પ્રેમ કરું છું, અને મારી પત્નીથી છુટાછેડા લઈને તારી સાથે લગ્ન કરીશ. ત્યારે અચાનક તેની આંખ ખૂલી ગઈ. તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી. તે ફરીથી આંખો બંધ કરીને બોલ્યો- કટ, હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પત્નીએ સોંદર્ય પ્રસાધનની દુકાને જઈને વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લાલી જોઈએ.
વિક્રેતાએ પૂછ્યુ - લીલો જ કેમ ? આ રંગ તો હોઠ પર ગંદો લાગશે.
પત્નીએ શરમાઈને કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - તારા વખાણ કરુ એટલા ઓછા છે
પત્ની - તમને મારી કદર થઈ ખરી
પતિ - ના, મને એ સમજાયુ કે મૂરખ આગળ ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો