રવિવાર, 19 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 404

અપ્પુ (નાના ભાઈને) : પપ્પુ, હું ગીત ગાઉ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?
પપ્પુ : આજુબાજુમાં રહેતા લોકોને એમ તો ન થાય ને કે આવું બેસૂરું હું ગાઉ છું!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે એક યુવકને એક વૃધ્ધ સ્ત્રી સતત જોઈ રહી હતી. યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ ડોશીમાં તેની પાસે આવીને બોલ્યા - બેટા, તુ મારા પુત્ર જેવો લાગે છે. યુવકે લાગણીશીલ થઈને હાથ જોડ્યા. ડોશીમાં બોલ્યા - સુખી રહે. પછી એ વૃધ્ધા સામાન લઈને નીકળી ગઈ

વૃધ્ધા જતા ક્લર્કે યુવકને જે બિલ આપ્યુ તે જોઈને તે નવાઈ પામ્યો. ક્લર્કે તેને કહ્યુ તમારુ બિલ તો 500 રૂપિયાનુ જ છે, પરંતુ તમારા માતાનુ બિલ 3200 રૂપિયાનુ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'ડોક્ટર સાહેબ, મારાં મમ્મીને મચ્છરિયા થઈ ગયો છે.'
'મચ્છરિયા નહીં, મેલેરિયા કહેવાય.'
'ના-ના સાહેબ, એ ઊંઘમાંય મચ્છરની જેમ ગણગણાટ કરતી રહે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો