શુક્રવાર, 31 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 407

નોકર : 'સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.'
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?'
'કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.'
'પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.' નોકરે જવાબ આપ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મૂરખનો સરદાર : 'મારા બાળક માટે કંઈક વિટામીનની ગોળીઓ આપો.'
દુકાનવાળો : 'ક્યા વિટામીન ? A, B, C કે D ?
મૂરખનો સરદાર : 'કોઈ પણ ચાલશે. હજી એને ABCD નથી આવડતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાજી -(પુત્રને) તમે આ કેવી રીતે સિધ્ધ કરશો કે લીલાં શાકભાજી ખાનારા લોકોને આંખોની કોઈ તકલીફ નથી હોતી.

પુત્ર - સહેલું છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો