શનિવાર, 11 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 402

'છગન, તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે ?'
'મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….'
'ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.'
'ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રામની ભેસ બીમાર પડી રામ શ્યામ પાસે સલાહ લેવા ગયો.
શ્યામે કહ્યુ - થોડુ કેરોસીન પીવડાવી દે. મેં પણ એમ જ કર્યુ હતુ.
કેરોસીન પીવરાવવાથી ભેંસ મરી ગઇ..બીજા દિવસે રામ રડતો રડતો શ્યામ પાસે આવ્યો - દોસ્ત ભેંસ તો મરી ગઈ.
શ્યામે કહ્યું : હા, મારી ભેંસ પણ મરી જ ગઇ હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વરસાદ પડવાનો ચાલુ થયો હતો. સંતા-બંતા જઈ રહ્યા હતા. સંતાએ છત્રી ખોલી, અને બંતાને કહ્યુ - બંતાજી છત્રી ખોલી લો, વરસાદ આવી રહ્યો છે.
બંતા - કોઈ ફાયદો નથી, આમાં તો કાણા જ કાંણા છે.
સંતા - તો પછી લાવ્યા કેમ ?
બંતા - મને ખબર નહોતી કે વરસાદ પડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો