ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 412

રાજીવ - પપ્પા, હવે આપણે, બહુ જલદી માલદાર થઈ જઈશુ.
પપ્પા - એ કેવી રીતે ?
રાજીવ - કાલથી અમારા સાહેબ પૈસાને રૂપિયામાં ફેરવતાં શિખવાડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શરાબી મોડી રાત્રે પોતાના ઘેર આવ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ નશામાં ચૂર હોવાથી તે લથડિયાં ખાતો હતો અને તાળું ખોલી શકતો નહોતો. એવામાં એના એક પડોશી ભાઈ ત્યાં આવ્યા અને બોલ્યા, 'લાવો, તમને તાળું ખોલવામાં મદદ કરું !'
શરાબી કહે : 'તાળું તો જાતે જ ખોલીશ, પણ તમે મારું મકાન પકડી રાખો ને ! મકાન ખૂબ ડોલી રહ્યું છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ - તારુ બધુ જ લેશન ખોટુ છે. આનુ કારણ શુ છે ?
ચિંટૂ - કારણ તો પપ્પા જ બતાવી શકે છે, હુ નહી, કારણ કે અક્ષર મારા નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો