શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 409

નાના પપ્પુએ પહેલી જ વાર સાપ જોયો અને તરતજ મમ્મીને બૂમ પાડીને કહ્યુ - મમ્મી જલ્દીથી અહીં આવ, જો અહીં કૂતરા વગરની પૂંછ્ડી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પીટર તેની ઓફિસની સૌથી સુંદર સ્ટેનોને એની પ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો. 'તું મારો આત્મા છો, મારું જીવન છો, મારો પ્રેમ છો, મને તારી પ્રત્યે એટલો બધો પ્રેમ છે...એટલો પ્રેમ છે....'
સ્ટેનોએ ખૂબ શાંતિથી વાતની વચ્ચે જ પૂછ્યું, 'એટલે કે તું મારી સાથે લગ્ન કરી લઇશ એમ જ ને?'
પીટરે માથું પકડીને કહ્યું,'તમારી છોકરીઓની આ જ એક ખરાબ આદત છે કે તરત જ ટોપિક બદલી નાખો છો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નેતા - ઠીક છે, હુ તમને ડ્રાઈવરની નોકરી પર રાખી લઉં છુ, તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ત્રણ હજાર રૂપિયા બોલો મંજૂર છે.
ડ્રાઈવર - જી સર મને મંજૂર છે. સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પણ ગાડી ચલાવવાના કેટલા મળશે એ પણ બતાવી દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો