બીજો મિત્ર -હા, ડોક્ટરને બતાવતા જ બંધ થઈ ગયો.
પ્રથમ મિત્ર - અરે વાહ, એવી તે કંઈ દવા આપી હતી ?
બીજો મિત્ર - દવા-બવા કંઈ જ નહી. બસ, ડોક્ટરે જણાવ્યુ કે આ વૃધ્ધાવસ્થાની નિશાની છે. બસ ત્યારપછી તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.
દર્દી : આ ઑપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ ?
ડૉકટર: ઑફ કોર્સ, યસ.
દર્દી : હાશ. પહેલાં હું કદી નો'તો વગાડી શકતો.
ગૃહિણી : 'ખાવાનું માગવા તું આખા મહોલ્લામાં શું મારું ઘર જ જોઈ ગયો છે, બીજે ક્યાંય કેમ નથી જતો ?'
ભિક્ષુક : 'બહેન, ડૉકટરે ખાસ કહ્યું છે એટલે.'
ગૃહિણી : 'હેં…. આમાં ડૉકટર ક્યાંથી આવ્યો ?'
ભિક્ષુક : 'બહેન, વાત એમ છે કે, મારે ડૉકટરની દવા ચાલે છે. અને ડૉકટરે મને મસાલા વિનાની સાવ ફિક્કી રસોઈ ખાવાનું જ કહ્યું છે !!'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો