રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 411

એક કંજૂસે ન્યૂઝ પેપરની ઓફિસમાં ફોન કર્યો અને પૂછ્યું: મારા કાકા ગુજરી ગયા છે એ ખબર છાપવાનો શું ચાર્જ થશે?
ન્યૂઝ પેપરવાળો: દરેક શબ્દના ૫૦ રૂપિયા.
કંજૂસ: આ તો ઘણા વધારે છે. સારું લખો, 'કાકા મરી ગયા'
ન્યૂઝ પેપરવાળો: ઓછામાં ઓછા છ શબ્દ જરૂરી છે.
કંજૂસ: બાપરે! (થોડું વિચારીને) વારુ લખો... 'કાકા મરી ગયા... મારુતી વેચવાની છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : 'એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર : 'તમને રાતે શેનાં સપનાં આવે છે?'
દર્દી : 'ક્રિકેટનાં.'
ડૉકટર : 'તમને બીજાં કોઈ સપનાં નથી આવતાં ? જેમ કે ખાવાનાં-પીવાનાં?'
દર્દી : 'તો મારી બેટિંગ જતી ન રહે !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો