મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 408

પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો - જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી - જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિએ પત્નીને પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધો.
ઘરે આવતા જ તે પત્ની સાથે ઝગડવા લાગ્યો.
પત્નીએ કહ્યુ કે જ્યારે હું કોઈ પારકાં પુરૂષ સાથે બજારમાં ફરતી હોઉ તો તમારે તો ખુશ થવુ જોઈએ કે તમારા પૈસાની બચત થઈ રહી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર - (બેહોશ થયેલા દર્દીને) - આ તો મરી ગયો છે.
દર્દી - (એકદમ ઉઠીને) હું તો જીવી રહ્યો છુ.
દર્દીની પત્ની - (પતિને) - જરા તો સમજી-વિચારીને બોલો. આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટુ બોલતા હશે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો