શુક્રવાર, 28 માર્ચ, 2014

Gujarati Joke Part - 421

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહુ જ સિગારેટ પીનાર માણસને ખૂબ જ તાવ આવ્યો. તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું એટલે પેલો કહે : 'બાક્સ આપો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વકીલ પુત્રે કહ્યું : 'પપ્પા, મમ્મીએ મને માર્યું'
'જો ભાઈ, ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચલી કોર્ટમાં અપીલ નથી થઈ શકતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો