રવિવાર, 16 માર્ચ, 2014

Gujarati Joke Part - 418

નેતા : 'તું બેરોજગારીનો અંત આણીશ એમ કહે છે.'
ઉમેદવાર : 'હા, સર.'
નેતા : એને માટે તે શું યોજના વિચારી છે ?'
ઉમેદવાર : 'પુરુષોને હું એક ટાપુ પર મોકલીશ. સ્ત્રીઓને બીજા ટાપુ પર મોકલીશ.'
નેતા : 'ત્યાં તેઓ શું કરશે ?'
ઉમેદવાર : 'બોટ બનાવશે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપુએ છાપામાં વાંચ્યું : 'કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…'
આ વાંચીને બાપુ બોલ્યા : 'ઈ બાઈ બવ જબરી લાગે છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર એક નેતાનું મૃત્યુ થયું. એમના આત્માને યમદૂત લેવા આવ્યા તો એ આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિ. છેવટે કંટાળીને યમદૂત બોલ્યો : 'હે જીવાત્મા ! તને હું આટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?'
નેતાના તે મહાન આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : 'હું જીપની રાહ જોઈ રહ્યો છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો