બુધવાર, 12 માર્ચ, 2014

Gujarati Joke Part - 417

અધ્યાપક - ખિસ્સુ કાપવું કયુ કારક કહેવાય ?
છાત્ર - હાનિકારક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : 'ઘોડો ક્યાં ?'
રણછોડલાલે કીધું : 'ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન - તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ?
મગન .- હું શ્રમદાન કરવા ગયો હતો.
છગન - મને સમજાયુ નહી.
મગન - મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો