શુક્રવાર, 6 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 62

બંતા- અરે જો સંતા, આ કોલ્ડ્રિંકની બોટલમાં વંદો તરી રહ્યો છે
સંતા- અરે વાહ, શુ સીન છે.
માણસોની સાથે સાથે આ જીવોને પણ ફેવરેટ ડ્રિંક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેશ : ઈન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.'
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગૂગલમાં મળી જાય !!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો - મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો - શ....શ... ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો