સોમવાર, 30 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 70

ચિંટુ - કેમ યાર, આકાશમાંથી હંમેશા વરસાદ પડતો રહે છે ?
પીંટુ - નહી તો.
ચિંટુ - તો પછી લોકો જ્યારે વિમાનમાંથી કૂદે છે ત્યારે છત્રી કેમ લગાવે છે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક : તમારી પાસે રંગીન ટીવી છે ?
દુકાનદાર : છે ને, જાતજાતનાં છે.
ગ્રાહક : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું લીલા રંગનું આપજો ને જરા !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું 'દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.'
'કેમ નહીં વળી ?' દાદાજી બોલ્યા : 'હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો