શ્યામ - શુ સ્વર્ગમાં બધી વસ્તુ મળી જાય છે ?
યમદૂત - હા દરેક વસ્તુ.
શ્યામ - સિગરેટ પણ ?
યમદૂત - હા પરંતુ, સિગરેટ સળગાવવા તારે નરકમાં જવુ પડશે.
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે.જૉ તમે જરુર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરુર હોય એવી ચીજૉ તમારે વેચવી પડશે...!
પ્રશ્નપત્ર સેટ કરનારા પ્રોફેસરે પોતાની પુત્રીના લગ્નમાં લાગેલ મીઠાઈના સ્ટોલ પર મોટા અક્ષરોમાં એક સૂચના લખાવી દીધી : બધી મીઠાઈઓનો સ્વાદ એક સમાન છે, કોઈપણ 3 મીઠાઈ પસંદ કરી શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો