શુક્રવાર, 26 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 100

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : 'તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા : જ્‌યારે હું જંગલમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યાદરે મને ડાકૂ મળ્યાં . તેઓ મારી ઘડિયાળ, કાર અને રૂપિયા બધું લઈ ગયાં.
બંતા : પણ તારી પાસે પિસ્તોંલ હતી ને?
સંતા : હા, હતી ને. પણ પિસ્તોહલ પર તેઓની નજર જ ન પડી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?'
'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો