ગુરુવાર, 11 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 95

નોકર : 'હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !'
શેઠ : 'અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….'
નોકર : 'લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાએ પુત્રને પૂછ્યુ - બેટા તુ ઈતિહાસમાં ફેલ કેમ થયો ?
પુત્ર - શુ કરુ પિતાજી બધા પ્રશ્નો તે સમયના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો