સોમવાર, 8 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 94

ઊંચા ડુંગર ઉપર ચડીને એક માણસે ભગવાનને પૂછ્યું : 'ભગવાન ! તમારે માટે કરોડો વર્ષ એટલે કેટલાં ?'
ભગવાન : 'એક મિનિટ જેટલા !'
'કરોડો રૂપિયા એટલે કેટલા ?'
'એક પૈસા જેટલા !'
'તો પછી મને એક પૈસો ન આપો ?'
'ચોક્કસ, એક જ મિનિટમાં આપું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિ- અરે, હજી સુધી તે જમવાનું બનાવ્યું નથી? હું તો હોટેલમાં જઈને ખાઈ લઈશ
પત્ની- બસ ફક્ત અડધો કલાક રોકાઈ જાઓ.
પતિ- તો શું તું અડધો કલાકમાં જમવાનું બનાવી લઈશ.
પત્ની- ના, પણ હું તમારી સાથે હોટેલમાં આવવા તૈયાર થઈ જઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે ?'
'લો. હું સમજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો