બુધવાર, 3 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 92

કોમલ : એક છત્રીની નીચે ચાર માણસો ઊભા હતા, પણ ચારમાંથી એકેય ન પલળ્યા.
સોનલ : એવું કેવી રીતે બને?
કોમલ : અરે ગાંડી, તેઓ ગરમીમાં છત્રી ખોલીને ઊભા હતા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
'એમાં શું ?' મિત્રે કહ્યું, 'એને પરણી જા, એટલે પત્યું !'
'પરણી જાઉં કેવી રીતે ? એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડ્રાઈવર - પેટ્રોલ ખલાશ થઈ ગયુ છે શેઠજી, હવે ગાડી આગળ નહી જઈ શકે.
શેઠજી - તો પછી રિવર્સ કરીને ઘરે લઈ લો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો