પતિ : મનેય એવું જ થાય છે કે આનાં કરતાં તો મરી જાઉં તો સારું.
પત્ની : તો તો ભૈ સાબ મારે મરવુંય નથી.
'મસુરી બહુ સરસ છે. એને લીધે મને જીવનમાં સૌથી આનંદદાયી દિવસો મળ્યા.'
'એમ ? તમે ક્યારે ગયા હતા ?'
'હું તો નથી ગયો, પણ મારી પત્ની ગઈ હતી !'
એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી, 'ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.'
'માળું, એ તો અચરજ કહેવાય !' મિત્રે જવાબ વાળ્યો, 'કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો