ગુરુવાર, 28 જુલાઈ, 2011

Gujarati Joke Part - 132

દાદાજી - કેમ છે બેટા ?
પૌત્ર - કંટાળો આવી રહ્યો છે.
દાદાજી -ઢગલો ચેનલોવાળા ટીવી અને વીડિયો ગેમ્સના ઘોર ઈલેક્ટ્રોનિક યુગમાં એક બાળકને કંટાળો આવે છે ?
પૌત્ર - આ બધા પર અમારે માટે રોક લાગી ગઈ છે, ખબર નહી હમણા 'છઠ્ઠી ઋતુ' ચાલી રહી છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શીલા - (મીનાને) અરે વાહ, તારો હાર તો ખૂબ જ સરસ છે, શુ કોઈ સારી નોકરી મળી ગઈ છે ?
મીના - નહી સારો પતિ મળી ગયો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સુનિલ એક દિવસ એક દુકાને ગયો. અને દુકાનદારને પૂછ્યું : 'ભાઈ ! તમારે ત્યાં માંકડ મારવાની દવા છે ?'
દુકાનદારે કહ્યું : 'હા છે ને !'
સુનિલે કહ્યું : 'ઉભા રહો. હું હમણાં જ મારા ઘરમાં રહેલા બધા માંકડો લઈ આવું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો