સોમવાર, 18 જુલાઈ, 2011

Gujarati Joke Part - 127

ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : 'પૈસા કમાવાની એકસો તરકીબો'
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે ?
ભિખારી : એ સોમાંની જ આ એક તરકીબ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?'
પતિ : 'ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય એવું જરાય નથી લાગતું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.?
શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું.
મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ?
શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો