બુધવાર, 20 જુલાઈ, 2011

Gujarati Joke Part - 128

ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ - તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ?
સ્ત્રી - જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ન્યાયાધીશ : મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ધરમાં રાખી છે ?
ગુનેગાર : સાહેબ, વાત એમ છે કે…
ન્યાયાધીશ : બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !'
'લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો