શુક્રવાર, 22 જુલાઈ, 2011

Gujarati Joke Part - 129

પતિ - તારી સાથે લગ્ન કરતા પહેલા હુ ખૂબ જ આવારા હતો, દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો. ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ?
પત્ની - હવે વગર ગુણ મળે લગ્ન થતા હોય ખરા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘેર મહેમાનો આવેલા હતા. તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું :
'બેટા, તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો ?'
'મંદિરેથી ચોરી કરીને…' દિકરો બોલ્યો.
'જોયું ને ! મારો દીકરો ચોરી કરે, પણ ખોટું તો કદિયે ન બોલે !' પિતાએ ઈજ્જત બચાવવા કેસરિયાં કરતાં કહ્યું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિંટુ : (બિટ્ટુ ને) આ હિંદી પણ અજબ ભાષા છે.
બિટ્ટુ : તે કેવી રીતે?
ચિંટુ : ઘડીયાળ બંધ હોય તો 'બંધ છે' તેમ કહેવાય છે અને છોકરી ખરાબ હોય તો 'ચાલુ છે' તેમ કહે છે...!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો