મંગળવાર, 26 જુલાઈ, 2011

Gujarati Joke Part - 131

એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?
બહેનપણી બોલી - છુટાછેડા આપી દે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કનુ(મનુ કવિને ફોન પર) - અરે મનુ, રવિવારે છાપામાં તારી કવિતા વાંચી ખૂબ સરસ છે. તારી ભાભીને પણ ખૂબ ગમી છે.

મનુ - ભાભીને મારા તરફથી ધન્યવાદ કહેજો, અને મારા તરફથી તેમના ચરણસ્પર્શ કરી લેજો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દીકરો : 'પપ્પા, 5+5 કેટલા થાય ?'
પપ્પા : 'ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કૅલ્ક્યુલેટર લઈ આવ…..'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો