શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 204

દર્દી : 'ડૉ. મારું ટેમ્પરેચર પાંચેક પોઈન્ટ ઉપર જાય તો શું કરું ?'
ડૉક્ટર એમના શૅર-સ્ટોકનાં ફોર્મ ભરવામાં વ્યસત હતા. ઊંચું જોઈને એમણે કહ્યું : 'એને વેચી દે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : 'પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો ?'
'રેશન કાર્ડ' પતિ ઉવાચ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર એક પત્રકારે અમિતાભની સાથે એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ.
પત્રકારે પ્રશ્ન કર્યો - પુરૂષો અને સ્ત્રીઓની પસંદગી વિશે તમારે શુ કહેવુ છે ?
અમિતાભે જવાબ આપ્યો - પુરૂષોની પસંદ શ્રેષ્ઠ હોય છે ને સ્ત્રીઓની પસંદ હલકી હોય છે.
જયા બચ્ચને તરત જ જવાબ આપ્યો - તેથી જ તો આમને મને પસંદ કરી અને મેં તેમને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો