રમેશ - હુ બાપ બનવાનો છુ.
મહેશ - અરે આ તો ખુશખબર છે.
રમેશ - આમા સારુ શુ છે ? આ વાત મારી પત્નીને હજુ સુધી નથી ખબર.
એક વ્યકિતએ પોતાનો કૂવો પાડોશીને વેચી દીધો.
જયારે પાડોશી પાણી ભરવા લાગ્યો ત્યારે તે વ્યકિત બોલી, 'મેં કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો પાણી ભરવું હોય તો તેનો અલગ ચાર્જ થશે.'
એક હૉટલમાં એક ઉદાસ માણસ આવ્યો અને એક ટેબલ પાસે જઈને બેસી ગયો. જ્યારે વેઈટર ઑડર લેવા તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું : બે બળેલી રોટલી, એક દિવસનું વાસી શાક અને એક પ્યાલો ટાઢી ચા લઈ આવ.'
આશ્ચર્યચક્તિ વેઈટરે પૂછ્યું : 'સાહેબ, ખરેખર?'
'હા. લઈ આવ, તને કીધું ને.' ઘરાકે ગુસ્સે થતાં કહ્યું.
વેઈટર આશ્ચર્ય પામતો ચાલતો થયો અને થોડીવાર પછી મંગાવેલી વાનગીઓ લઈ આવ્યો. તેણે ટેબલ ઉપર સામાન મૂકીને પૂછ્યું, 'સાહેબ, બીજું કાંઈ?'
'હા, હવે મારી સામે બેસીને બડબડાટ શરૂ કરી દે ! એટલે મને ઘર જેવું લાગે….!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો