ગુરુવાર, 31 મે, 2012

Gujarati Joke Part - 268

છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું : 'જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.'
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું : 'મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.'
છોટુ એ ગાલ પંપાળતા કહ્યું : 'યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માધો (પૂંજાને) : 'તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?'
પૂંજો : 'એરંડિયું.'
'ઠીક' કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : 'તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?'
પૂંજો : 'હા, કહ્યું હતું ને, કેમ ?'
માધો : 'મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.'
પૂંજો : 'મરી તો મારોયે ગયો હતો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- બહું મુશ્કેલી છે.
બંતા- શું પરેશાની છે ?
સંતા - યાર, જ્યારે પણ હું ઉઘીને ઉઠુ છુ, મને એવું લાગે છે જાણે બધુ ગોળ ગોળ ફરી રહ્યુ છે.
બંતા- આટલી જ વાત છે, તુ એક કામ કર, તુ ઉઠીને ઉંધી જા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો