શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 349

એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અને પતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપર તેણે એવી રીતે મૂકી કે અરધો ભાગ બર્થની અંદર અને અરધો ભાગ બર્થની બહાર રહેતો હતો. એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી. એણે ગભરાતાં ગભરાતાં કહ્યું : 'જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો ?'
'તો કશો જ વાંધો નથી, બહેન, તૂટી જાય એવી એકેય વસ્તુ એમાં નથી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત.
પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - (પ્રેમિકાને) ડાર્લિંગ શુ તુ મારી સાથે લગ્ન કરીશ ?
છોકરી - પહેલા તારી ભાષા સુધાર.
સંતા- બહેનજી, શુ આપ મારી સાથે લગ્ન કરશો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો