બુધવાર, 5 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 119

એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….' એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….' 'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા : 'તારે મારુતિ કાર જોઈએ છે ? પણ ભગવાને તને આ બે પગ શા માટે આપ્યા છે ?' પુત્ર : 'એક એક્સિલેટર પર રાખવા માટે અને બીજો બ્રેક પર રાખવા માટે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતાએ પોતાના મકાનનો એક રૂમ ભાડે આપ્યો. ભાડૂઆતે કહ્યુ - બીજુ બધુ તો ઠીક છે, પણ બારી ધણી નાની છે. ઈમરજંસીમાં તેનો ઉપયોગ નહી થઈ શકે. સંતા - ઈમરજંસી જેવી કોઈ તકલીફ નહી આવે કારણકે હું ભાડુ એડવાંસમાં જ લઈ લઉં છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો