સોમવાર, 17 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 125

સંજય - તારો હાલ જન્મેલો ભાઈ આટલો રડે છે કેમ ? અજય - જો તારા મોઢામાં એક પણ દાંત ન હોય, માથા પર વાળ ન હોય, પગ એટલા કમજોર હોય કે તમે ઉભા પણ ન રહી શકો. આવી સ્થિતિમાં મારો ખ્યાલ છે કે તમને રડુ જ આવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા (ગુસ્સે થઈને) : 'કાલે રાત્રે તુ ક્યાં હતો ?' પુત્ર : 'થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.' પિતા : 'ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિ- જો હું ક્‌યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની-- અને જો હું ક્‌યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો